સુરત ગુનાનું હબ બની રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. આવામાં મહિલા અત્યાચારના ગુના પણ વધી રહ્યા છે. આજે સુરતમાં આવી જ એક ઘટના બને તે પહેલા યુવતીને બચાવી લેવામાં આવી છે. સુરત શહેરમાં આવેલા ખટોદરા વિસ્તારમાં એક શંકી યુવકની હરકતના કારણે ચકચાર મચી જવા પામી છે. આ યુવક એક યુવતીના પ્રેમમાં પાગલ હતો. તે યુવતીને મારી નહીં કો કોઈની નહીં કહીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતો હોવાનું સામે આવ્યું છે.
શંકી યુવક દ્વારા યુવતીની પજવણી
ઘટનાની મળતી વિગતો અનુસાર, સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતી એક યુવતીને એક શંકી યુવક દ્વારા પજવણી કરવામાં આવી રહી હતી. આ યુવકનું નામ રોહિત રાઠોડ છે. જે યુવતીને એક તરફી પ્રેમ કરતો હોવાના સમાચાર છે. રોહિતે યુવતીને મારી નહીં તો કોઈની નહીં એમ કહીને બળાત્કાર, એસિડ ફેંકવા તેમજ જાનથી મારી નાંખવા સુધીની ધમકી આપી હતી. જે કારણે યુવતી ડધાઈ ગઈ હતી.













