જેના ભાગરૂપે સુરતના સાયન્સ સેન્ટર, સિટીલાઈટ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓ માટે ક્રેડિટ કાર્ડ લોન્ચિંગ અને લોન વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે, પીએમ સ્વનિધિ યોજનાના અમલીકરણમાં સમગ્ર દેશમાં સુરત મહાનગરપાલિકાએ છઠ્ઠો ક્રમ મેળવ્યો છે.


ત્રીજા તબક્કામાં 9081 લાભાર્થીઓને રૂ.45.36 કરોડની લોન વિતરણ કરવામાં આવી છે

જ્યારે ગુજરાતમાં બીજુ સ્થાન મેળવ્યું છે. આ યોજના હેઠળ શાકભાજી, ફળ, ખાણીપીણી-ચાની લારીઓ, પાથરણાવાળા, હસ્તકલા ઉત્પાદનો વેચનાર, ધોબી, નાઈ, મોચીકામ તેમજ જીવનજરૂરી વસ્તુઓનું વેચાણ કરતા શેરી ફેરિયાઓને આજીવિકા માટે નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવે છે. તેમણે કહ્યું કે, સુરત મનપા વિસ્તારમાં યોજનાના પ્રથમ, બીજા અને ત્રીજા તબક્કા હેઠળ કુલ ૧,૩૩,૦૫૮ લાભાર્થીઓને બેંકો દ્વારા રૂ. ૨૦૩.૯૯ કરોડની લોન આપવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કામાં ૯૧,૨૯૩ લાભાર્થીઓને રૂ. ૯૧.૮૮ કરોડ, બીજા તબક્કામાં ૩૨,૬૮૪ લાભાર્થીઓને રૂ. ૬૬.૭૫ કરોડ અને ત્રીજા તબક્કામાં ૯,૦૮૧ લાભાર્થીઓને રૂ. ૪૫.૩૬ કરોડની લોન વિતરણ કરવામાં આવી છે.

લાભાર્થીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અગાઉ નાના વેપારીઓને વ્યાજે રૂપિયા લઈ ધંધો કરવો પડતો હતો, જેમાં તેમની કમાણીનો મોટો ભાગ વ્યાજ ચૂકવવામાં જતો હતો. આવા નાના વેપારીઓની ચિંતા વડાપ્રધાનશ્રીએ કરીને પીએમ સ્વનિધિ યોજના થકી નાના વેપારીઓ, ફેરિયાઓને પગભર કર્યા છે. આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, ડે.મેયર ડો. નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ, દંડક ધર્મેશ વાણીયાવાલા, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, કોર્પોરેટરો, અગ્રણીઓ, મનપાના અધિકારી-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : Surat News : 34 કરોડના ખર્ચે ભીમરાડ-ડીંડોલીને જોડતા નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ



  • Follow us on: