સુરત મહાનગરપાલિકા દ્વારા ભીમરાડથી સિદ્ધાર્થનગર થઈ ડીંડોલી જતા માર્ગ પર નવીન ફ્લોરિંગ ફ્લાયઓવર જંકશન પાસે રૂ.34 કરોડના ખર્ચે નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
ફ્લાયઓવર બ્રિજ 45 મીટર પહોળા સી.સી. રોડ સાથે ભીમરાડ વિસ્તારને જોડે
સુરત નવસારી રોડ ક્રોસ કરતા નવીન ફ્લોરિંગ ફ્લાયઓવર જંકશન પર આવેલા આ ફ્લાયઓવર બ્રિજની લંબાઈ ૫૦૨ મીટર અને પહોળાઈ ૨૨.૫ મીટર છે. ફ્લાયઓવર બ્રિજ ૪૫ મીટર પહોળા સી.સી. રોડ સાથે ભીમરાડ વિસ્તારને જોડે છે, જ્યારે બ્રિજનો બીજો છેડો ભેસ્તાન અને કરાડવાને જોડાતા સિદ્ધાર્થનગર ખાતે ચાલતા રેલ્વે ઓવરબ્રિજના કામ સાથે સંકળાયેલો છે.













