સુરતમાં પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આશરે 87 લાખ રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં સજા પામેલા આરોપી પ્રતિક હડીયલને પોલીસે ઝડપી લઈને ફરી જેલ હવાલે કર્યો છે.


પ્રતિક હડીયલ લાજપોરમાં સજા ભોગવી રહ્યો હતો

માહિતી મુજબ આરોપી પ્રતિક હડીયલ લાજપોરમાં સજા ભોગવી રહ્યો હતો. તેને 14 દિવસની પેરોલ રજા આપવામાં આવી હતી, પરંતુ પેરોલ પૂરી થયા બાદ તે જેલમાં પરત ફર્યો ન હતો અને ફરાર થઈ ગયો હતો.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો

આ મામલે પોલીસ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. લાંબા સમયથી ફરાર રહેલા આરોપીને અંતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસની સક્રિય કામગીરીના કારણે આરોપીનો ભાગવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

87 લાખ રૂપિયાના ચેક બાઉન્સનો કેસ

આરોપી સામે 87 લાખ રૂપિયાના ચેક બાઉન્સનો કેસ નોંધાયેલો હતો. આ કેસમાં સુરત કોર્ટ દ્વારા તેને એક વર્ષની સજા ફટકારવામાં આવી હતી.


આ પણ વાંચો---    Ahmedabad : ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક મોટો આદેશ, મુસ્લિમ યુવકને હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા મંજૂરી

  • Follow us on: