સુરતના વેસુ વિસ્તારમાં ચકચારી 300 કરોડના જમીન કૌભાંડનો મહત્વનો આરોપી બિલ્ડર પ્રતુલ પટેલ અમેરિકા ભાગે તે પહેલાં જ બેંગ્લોર એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી છે.


તેને બેંગ્લોર એરપોર્ટ પરથી દબોચી લેવાયો

આ કેસમાં ઈકો સેલ પોલીસ પહેલાથી જ તપાસમાં હતી અને અમેરિકા ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ પોલીસની સતર્કતાથી બિલ્ડર પ્રતુલ પટેલને બેંગ્લોર એરપોર્ટ પરથી દબોચી લેવાયો હતો

 પ્રતુલ પટેલ આ કૌભાંડના આરોપી વિનુ માલવિયાનો પાર્ટનર

આ કેસમાં ખુલ્યું છે કે પ્રતુલ પટેલ આ કૌભાંડના આરોપી વિનુ માલવિયાનો પાર્ટનર છે. ઉલ્લેખનિય છે કે આ કેસમાં ખેડૂતની જમીન પચાવી લેવા માટે બોગસ દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા.

પ્રતુલ પટેલ પાસે અમેરિકાની નાગરિકતા

પ્રતુલ પટેલ પાસે અમેરિકાની નાગરિકતા હોવાનું બહાર આવ્યું છે અને તેથી જ તે અમેરિકા ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો

પોલીસની કામગીરી શરુ

ઇકો સેલ પોલીસે પ્રતુલ પટેલની ધરપકડ કરી કૌંભાડમાં તેની ભૂમિકા સહિતના વિવિધ મુદ્દે તપાસ શરુ કરી છે.


આ પણ વાંચો----     Gujarat BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો

  • Follow us on: