સુરતમાં રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. શહેરના બોરાસર પાટિયા વિસ્તારમાં અચાનક રસ્તા પર ઢોર આવી જતા મોપેડ સવાર બે લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. સદનસીબે બંનેને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઢોર અચાનક ડિવાઈડર કૂદી રસ્તા પર આવી ગયું
મળતી માહિતી અનુસાર બોરાસર પાટિયા નજીક એક ઢોર અચાનક ડિવાઈડર કૂદી રસ્તા પર આવી ગયું હતું. તે સમયે રસ્તા પરથી પસાર થઈ રહેલા મોપેડ સવારને અચાનક ઢોર સામે આવતાં વાહનનું સંતુલન ગુમાવી દીધું હતું. પરિણામે મોપેડ સવાર બંને લોકો રસ્તા પર પટકાઈ ગયા હતા.













