સુરતના વેસુ વિસ્તારમાં રફતારના કારણે સર્જાયેલા ગંભીર અકસ્માત મામલે પોલીસ એક્શન મોડમાં આવી છે. આ કેસમાં કાર્યવાહી કરતા પોલીસે હવે બીજી લક્ઝુરિયસ કારના ચાલકની પણ ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં એક નિર્દોષ પરિવાર ભોગ બન્યો હતો, જેમાં બે માસનું માસૂમ બાળક પણ ફંગોળાઈ ગયું હતું. અગાઉ આ કેસમાં BE-6 કારના ચાલક મંથન પટેલની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે BMW કાર ચાલકની ધરપકડ કરી
હવે પોલીસે આ રેસમાં સામેલ બીજી BMW કારના ચાલક ઝલક નકુમની પણ સત્તાવાર ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માત સમયે બંને કાર ચાલકો વચ્ચે રસ્તા પર રેસ ચાલી રહી હતી, જેના કારણે આ હોનારત સર્જાઈ હતી. પોલીસ હવે આ બંને નબીરાઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.













