સુરત શહેરના વેસુ વિસ્તારમાંથી સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખ છુપાવીને યુવતીને પ્રેમજાળમાં ફસાવવા અને દુષ્કર્મ ગુજારવાનો એક સનસનાટીપૂર્ણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હિન્દુ યુવક તરીકેની ખોટી ઓળખ આપી સુરતની એક માસૂમ યુવતી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરનાર મૂળ મુસ્લિમ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં રાજકોટથી દબોચી લીધો છે. પકડાયેલા આરોપીની ઓળખ સોમિલ સલમીન મકવાણા તરીકે થઈ છે.
યુવકે પોતાની ધાર્મિક ઓળખ છુપાવી
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, આરોપી સોમિલ પરિણીત હોવા છતાં તેણે સોશિયલ મીડિયા પર પોતાની અસલી ધાર્મિક ઓળખ છુપાવી હતી. પોતાનું હિન્દુ નામ જણાવી તેણે સુરતની યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ આ નરાધમ પીડિત યુવતીને સુરત અને યાત્રાધામ દ્વારકાની અલગ-અલગ હોટલોમાં લઈ ગયો હતો, જ્યાં તેણે યુવતીની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.













