વડાપ્રધાન મોદી પાંચમી જૂને સુરત પ્રવાસે આવશે. તેઓ દક્ષિણ ગુજરાતમાં કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ત્યાર બાદ હજીરાના L&T પ્લાન્ટની મુલાકાત બાદ તેઓ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે જાહેર સભાને સંબોધિત કરશે. વડાપ્રધાનના આ કાર્યક્રમ પહેલા જ સુરત મનપાની પોલ ખુલી છે. PM મોદીના કાર્યક્રમ સ્થળ નજીક ભુવો પડયો છે. તંત્રએ ભૂવો પૂરવાની કામગીરી શરૂ કરી છે.
સુરત મનપાના તંત્રની પોલ ખુલી
ડાયમંડ સિટી સુરતમાં મહાનગરપાલિકાના વિકાસના દાવાઓ વચ્ચે તંત્રની ઘોર બેદરકારીની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે.સુરતમાં આવેલા ઇન્દોર સ્ટેડિયમની બહાર અચાનક એક મોટો ભુવો પડી જતાં તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.સૌથી મોટી વાત એ છે કે આ ભુવો વડાપ્રધાન મોદીના આગામી કાર્યક્રમ સ્થળની બિલકુલ નજીક જ પડ્યો છે. વીઆઈપી મૂવમેન્ટ અને વડાપ્રધાનના કાર્યક્રમને લઈને જ્યાં સુરક્ષા અને વ્યવસ્થા ચુસ્ત હોવી જોઈએ ત્યાં જ રસ્તાની આવી હાલત જોતાં સુરત મનપાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.













