સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં મહિલા પર હિંસક હુમલો કરીને તેનો મોબાઇલ ઝૂંટવી લેવાનો પ્રયાસ થતાં ચકચાર મચી ગઇ હતી


મોબાઇલ ફોન ઝૂંટવી લેવાનો પ્રયાસ કરી મહિલા પર હિંસક હુમલો

પોલીસ પાસેથી જાણવા મળ્યા મુજબ 2 પરપ્રાંતીય યુવાનો એ મહિલા પાસેથી મોબાઈલ ફોન ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો , જોકે મહિલાએ પ્રતિકાર કરતા બે પૈકીના એક શખ્સે મહિલાના ગળા પર તીક્ષ્ણ કટર ફેરવી દીધું હતું. જોકે મહિલાએ બુમાબુમ કરતા બંને આરોપી ભાગી છૂટ્યા હતા

દોડી આવેલા લોકોએ બંને પૈકીના એક શખ્સને પકડી લીધો

મહિલાની બુમાબુમના પગલે દોડી આવેલા લોકોએ બંને પૈકીના એક શખ્સને પકડી લીધો હતો અને મેથીપાક ચખાડી પોલીસ હવાલે કર્યો હતો. તેને ઈજાના કારણે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે આજે પોલીસે ઝડપાયેલા આરોપી ને હોસ્પિટલ માંથી કબજો લઇ ધરપકડ કરી હતી. પોલીસે અન્ય આરોપીઓને પણ રાઉન્ડ અપ કરી લીધો છે

યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ

 ઝડપાયેલા બંને આરોપીઓ મૂળ ઓરિસ્સાના રહેવાસી છે ને છેલ્લા લાંબા સમયથી આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે , મહિલાએ પોલીસે સમક્ષ આપેલા બયાન અનુસાર બંને શખ્સ ઘટના પૂર્વે 2 દિવસ પૂર્વે થી રેકી કરી રહ્યા હતા. મહિલા ને ગળાના ભાગે ગંભીર ઈજા થઇ હોવાના કારણે યુવતી હજુ પણ ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.

  • Follow us on: