સુરતના લિંબાયત વિસ્તારમાં 24 વર્ષીય જયેશ પટેલની કરાયેલી હત્યાને લઈ શહેરમાં ચકચાર મચી ગઇ છે. નજીવી બાબતે વિશાલ વાઘ અને રાકેશ ગંગે ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી હોવાનો આરોપ લગાવાયો છે
ગુનો દાખલ ન થાય તો તેઓ ડેડબોડી સ્વીકારવા તૈયાર નથી
પરિવારે પોલીસ પર દબાણ બનાવ્યું છે અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરવાની માગ કરી છે. પરિવારનો દાવો છે કે, જો આ ગુનો દાખલ ન થાય તો તેઓ ડેડબોડી સ્વીકારવા તૈયાર નથી. હાલ સ્વિમેર હોસ્પિટલમાં પરિવારના સભ્યો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.













