સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી જયપુર જતી ઇન્ડિગો (IndiGo) એરલાઇન્સની ફ્લાઇટ રદ્દ થતાં મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા. એરલાઇન દ્વારા ફ્લાઇટ કેન્સલ થવા પાછળનું કારણ સ્ટાફનો અભાવ હોવાનું જણાવવામાં આવ્યું હતું, જેના કારણે મુસાફરોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. ફ્લાઇટ રદ્દ થતાં અટવાયેલા મુસાફરોએ એરપોર્ટ પર પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આ પૈકીના એક મુસાફરે એરપોર્ટ મેનેજર સાથે વાતચીત કરી રહેલો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.


મુસાફરોની સફર અટકી

આ વીડિયોમાં મુસાફરો તેમની સાથે નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓ હોવા છતાં એરલાઇનની બેદરકારીને કારણે મુશ્કેલી પડી રહી હોવાની વાત ભારપૂર્વક રજૂ કરી હતી અને તત્કાળ વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવાની માંગણી કરી હતી. એરલાઇનના સ્ટાફની અછતને કારણે ફ્લાઇટ રદ્દ થતાં એરપોર્ટ પર ભારે ગરમાવો જોવા મળ્યો હતો. મુસાફરોએ વહેલી તકે તેમને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે એરલાઇન અને એરપોર્ટ પ્રશાસન સમક્ષ માગ કરી છે.


  • Follow us on: