ઉત્તર પ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ડાયમંડ સિટી સુરતની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. તેમની આ મુલાકાત સંપૂર્ણપણે અંગત અને સામાજિક રહી હતી. સુરત એરપોર્ટ પર તેમનું આગમન થતા જ ભાજપના દિગ્ગજ નેતાઓ, સાંસદ અને સુરતના મેયર સહિતના પદાધિકારીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
યોગી ઉદ્યોગપતિના પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સુરતના જાણીતા ઉદ્યોગપતિના પુત્રની સગાઈના પ્રસંગમાં હાજરી આપવા માટે ખાસ પધાર્યા હતા. શહેરના પોશ વિસ્તાર ગણાતા પાર્લે પોઈન્ટ ખાતે આવેલી ખાનગી હોટલ 'મેરિયોટ' (Marriott) માં આ ભવ્ય પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ હોટલ પહોંચીને નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા અને ઉદ્યોગપતિના પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.













