ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ આજે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે છે, જ્યાં તેમની ગરિમામય ઉપસ્થિતિમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. CMની આગેવાનીમાં આયોજિત આ સમારોહમાં સમગ્ર જિલ્લાના આંતરમાળખાકીય વિકાસને વેગ આપવા માટે કુલ રૂ. 539.26 કરોડના વિવિધ કામો જનતાને સમર્પિત કરવામાં આવ્યા હતા. આ અવસરે CMએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે અને સુરેન્દ્રનગર જિલ્લાની આ ભેટ ઝાલવાડના સર્વાંગી વિકાસમાં માઈલસ્ટોન સાબિત થશે.


સુરેન્દ્રનગરના આંગણે CM

આ લોકાર્પણ કાર્યક્રમમાં માર્ગ અને મકાન, પાણી પુરવઠો અને શહેરી વિકાસ જેવા વિવિધ વિભાગોના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. CMએ આ તકે જનસભાને સંબોધતા સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂક્યો હતો અને સુરેન્દ્રનગરના વિકાસ માટે આગામી સમયમાં વધુ યોજનાઓ લાવવાની ખાતરી આપી હતી. કરોડોના ખર્ચે બનેલા આ કામોથી સ્થાનિકોની પરિવહન, શિક્ષણ અને પીવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતોમાં મોટો સુધારો જોવા મળશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : Sabarkant માં સફેદ દૂધનો કાળો કારોબાર, પ્રાંતિજના સલાલમાંથી નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

  • Follow us on: