સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે..
સગીરાને હાલમાં બે માસનું ગર્ભ રહી ગયો
પ્રાપ્ત માહિતી મુજબ સગીરાને હાલમાં બે માસનું ગર્ભ રહી ગયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં આરોપીએ યુવતીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી, ભયના માહોલમાં યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.













