ઉનાળાની શરૂઆત થતા જ ગૃહિણીઓ આખા વર્ષ માટે રસોડાના ગરમ મસાલા અને લાલ મરચા ભરવાની તૈયારીઓમાં લાગી જાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઠેરઠેર તંબુઓ નાખીને રાઇ, મેથી, હીંગ, લવીંગ, એલચી, તમાલપત્ર, હળદર અને ધાણાજીરૂ જેવા મસાલાનું વેચાણ શરૂ થઈ ગયું છે. જોકે, ચાલુ વર્ષે લાલ મરચાના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું વર્ષભરનું રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. મરચાના પાકમાં ઘટાડો થવાને કારણે ભાવમાં મોટો ઉછાળો આવ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.


મરચાના ભાવમાં તોતિંગ વધારો

બજારમાં હાલ ધોલર, મરચી, વંડર, રેશમ પટ્ટો, ડબ્બી, ગોંડલનું મરચું અને કાશ્મીરી મરચું જેવી વિવિધ જાતો ઉપલબ્ધ છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે લાલ મસાલાના ભાવમાં 30 થી 40 ટકા જેટલો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. દર વર્ષે સામાન્ય મરચાનો ભાવ ગુણવત્તા પ્રમાણે 300 રૂપિયાથી શરૂ થઈને 700 રૂપિયા સુધી રહેતો હોય છે, પરંતુ આ વર્ષે ભાવમાં એકાએક 40 ટકા સુધીનો વધારો થયો છે.

મોંઘવારી પાછળનું મુખ્ય કારણ

વેપારીઓના મતે, મરચાની આ સિઝનમાં પાક ઓછો થવાને કારણે બજારમાં આવક ઘટતા ભાવમાં ઉછાળો આવ્યો છે. મસાલાના ભાવમાં થયેલા આ વધારાને કારણે ગૃહિણીઓએ બારેમાસના મસાલા ભરવા માટે આ વર્ષે અગાઉ કરતા વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે, જેના કારણે ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે.

વિવિધ જાતોના મરચાની આવક

બજારમાં હાલ બારેમાસ ભરવા માટે વિવિધ જાતોના મરચા ઉપલબ્ધ છે, જેમાં મુખ્યત્વે ગોંડલનું મરચું, રેશમ પટ્ટો અને કાશ્મીરી મરચું તેમજ ધોલર, મરચી, વંડર અને ડબ્બી મરચુંનો સમાવેશ થાય છે.

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

મરચાના પાકમાં ઘટાડો થવાથી ભાવ ઉચકાતા મધ્યમ વર્ગની મહિલાઓનું ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. દર વર્ષે હોંશે હોંશે લાલ મસાલો ભરતી ગૃહિણીઓને આ વર્ષે મરચું ખરીદવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે. હોલસેલ વેપારીઓના મતે આવનારા દિવસોમાં પણ ભાવમાં મોટી રાહત મળે તેવી શક્યતા ઓછી જણાઈ રહી છે.


આ પણ વાંચો - Surendranagarના ધ્રાંગધ્રામાં વેપારી દંપતી પર ધારીયા અને લોખંડના પાઇપ વડે ઘાતક હુમલો


  • Follow us on: