સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ રૂ. 6.20 લાખના ચીટિંગ કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીને સુરેન્દ્રનગર હેલીપેડ પાસેથી પકડવામાં આવ્યો હતો.
LCB ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી
લીંબડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના હેઠળ રૂ. 6,20,000ની છેતરપિંડી કરવામાં આવી હતી. LCB ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી.પકડાયેલા આરોપીનું નામ શક્તિ ઉર્ફે ગરબડ માધુભાઈ રાણેવાડીયા છે, જે સુરેન્દ્રનગરની ફિરદોસ સોસાયટી, દશામાના મંદિર પાસે રહે છે. તેની પાસેથી ચીટિંગના ભાગરૂપે મળેલા રૂ. 9,000 રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા.













