સમય બદલાયો, પણ પુસ્તકાલયનું મહત્ત્વ હજુ જળવાઈ રહ્યું છે. આજે પણ, વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝન અને મહિલાઓ સહિત ૩,૭૯૨ સભ્યો આ પુસ્તકાલયનો નિયમિત લાભ લઈ રહ્યા છે, જેમાંથી ગત માસમાં જ ૩૩૫ સભ્યોએ પોતાનું સભ્યપદ રીન્યુ કરાવ્યું છે. આ આંકડાઓ દર્શાવે છે કે, આજના ડિજિટલ યુગમાં પણ પુસ્તકો વાંચનાર લોકો માટે હજુ પુસ્તકાલયનું મહત્વ એટલું જ રહ્યું છે.


પુસ્તકાલયમાં શહેરીજનો માટે ઉત્તમ સુવિધાઓ

આધુનિક સમયની માંગને અનુરૂપ, પુસ્તકાલયમાં શહેરીજનો માટે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ પુસ્તકાલયમાં આવતા પુસ્તક પ્રેમી નાગરિકો માટે રૂપિયા ૧ કરોડના ખર્ચે નવી સ્માર્ટ લાઇબ્રેરી અને રૂપિયા ૫ કરોડના ખર્ચે ૪૦૦ ચો.મી.માં નવો અધ્યયન ખંડ (રીડિંગ હોલ) બનાવવામાં આવ્યો છે. આ રીડિંગ હોલમાં એકસાથે ૨૫૦ વિદ્યાર્થીઓ અને ૫૦ સિનિયર સિટીઝન નિરાંતે બેસીને વાંચી શકે તેવી વ્યવસ્થા છે. પરિવાર જેવું આ સમૃદ્ધ પુસ્તકાલય એ શહેરના વિદ્યાર્થીઓ, વ્યવસાયીઓ અને વૃદ્ધો માટે જ્ઞાનના અમૂલ્ય ભંડાર સમું બન્યું છે.

બાળ વિભાગ અને સૌથી અગત્યની વાઇ-ફાઇ સુવિધા પણ ઉપલબ્ધ છે

આ આધુનિકરણના ભાગરૂપે, અહીં એ.સી. કોન્ફરન્સ હોલ, બાળ વિભાગ અને સૌથી અગત્યની વાઇ-ફાઇ સુવિધા પણ ઉપલબ્ધ છે, જેના થકી વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ પણ કરી શકે છે. દિવ્યાંગજનો માટે રેમ્પ, વ્હીલ ચેર અને દિવ્યાંગ ટોયલેટની ખાસ વ્યવસ્થા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. હાલમાં પુસ્તકાલયમાં ૨૪,૮૮૦ ગુજરાતી, ૧૬,૫૪૭ હિન્દી, ૯,૬૮૩ અંગ્રેજી અને ઈતર ભાષાના ૪,૨૨૬ પુસ્તકો મળીને કુલ ૫૫,૩૩૬ પુસ્તકોનો સમૃદ્ધ ભંડાર ઉપલબ્ધ છે. સુરેન્દ્રનગરનું આ સરકારી જિલ્લા પુસ્તકાલય માત્ર જ્ઞાનનું મંદિર જ નહીં, પણ બદલાતા સમય સાથે તાલ મિલાવીને પ્રત્યેક શહેરીજનને આગળ વધવા માટેનો પથ દર્શાવતી દીવાદાંડી સમાન છે.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ એસટીનું નવું વર્કશોપ કાર્યરત થવાથી અમદાવાદ શહેર અને આસપાસના રૂટ પર દોડતી એસ.ટી. બસોની સેવા બનશે વધુ સુદ્રઢ


  • Follow us on: