આ પ્રવાસ દરમિયાન તેઓ સાયલા અને ધ્રાંગધ્રા ખાતે વિવિધ વિકાસલક્ષી સમીક્ષા બેઠકો યોજશે તેમજ કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મંત્રીના નિર્ધારિત કાર્યક્રમ મુજબ, સાયલા મામલતદાર કચેરીના સભાખંડ ખાતે મંત્રીશ્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાશે. આ બેઠકમાં વિકાસશીલ તાલુકા એવા ચોટીલા, સાયલા અને થાનગઢના વર્ષ ૨૦૨૫-૨૬ અને ૨૦૨૬-૨૭ ના આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
ગાર્ડન ડેવલપમેન્ટના કામોનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે
ત્યારબાદ, મંત્રી ધ્રાંગધ્રા નગરપાલિકાની મુલાકાત લેશે, જ્યાં ચીફ ઓફિસર અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી શહેરના વિકાસ કામોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન જોગાસર તળાવ ખાતે વિકાસલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમૃત ૨.૦ યોજના અંતર્ગત અંદાજે રૂ. ૪.૦૦ કરોડના ખર્ચે થયેલ જોગાસર તળાવ અને ગાર્ડન ડેવલપમેન્ટના કામોનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.













