સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હવે BLOની કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. લીંબડી સેવા સદન ખાતે લીંબડી-ચુડા-સાયલા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આવેદન પત્ર પાઠવીને BLOની કામગીરી અંગે રજૂઆત કરવામાં આવી છે. શિક્ષકોને સોંપવામાં આવેલી BLO તેમજ સુપરવાઈઝરની કામગીરી દરમિયાન પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે.
લીંબડી-ચુડા-સાયલા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરાઈ રજૂઆત
કોઈ વ્યક્તિગત કે સામાજિક પ્રસંગો દરમિયાન શિક્ષક BLOની કામગીરીમાં હાજર ન રહી શકે તેવી સ્થિતિમાં કાઢવામાં આવતા ધરપકડ વોરંટનો નિયમ રદ્દ કરવામાં આવે તેવી માંગ લીંબડી-ચુડા-સાયલા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવી છે. લીંબડી-ચુડા-સાયલા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા BLOની કામગીરી અન્ય તમામ 12 કેડરના કર્મચારીઓને સમાન રીતે સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.













