ગુજરાત સરકારનું લક્ષ્ય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં શ્રેષ્ઠ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકામાં આવેલા ગંજેળા અપ્રોચ રોડના રિસરફેસીંગનું કાર્ય કરવામાં આવ્યું છે. નવીન સપાટીના કારણે હવે વાહનોની અવરજવર વધુ સરળ, ઝડપી અને આરામદાયક બનશે.
ગામતળમાં આધુનિક માર્ગ સુવિધાથી વિકાસને મળશે વેગ, ૩૫% કામગીરી પૂર્ણ
ગંજેળા ગામને જોડતા આ અપ્રોચ રોડનું રિસરફેસીંગ થવાથી આસપાસના ખેડૂતોને પોતાના પાકને બજાર સુધી પહોંચાડવામાં સગવડતા રહેશે. વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરો માટે પણ આ માર્ગ પરની મુસાફરી હવે ઓછા સમયમાં અને સલામત રીતે પૂર્ણ થઈ શકશે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામજનોને આધુનિક અને ટકાઉ માર્ગ સુવિધા પૂરી પાડીને સ્થાનિક વિકાસને વેગ આપવા હેતુ, દૂધરેજ ખોડું વેળાવદર રોડ પર આવેલા દૂધરેજ ગામતળ વિસ્તારમાં સી.સી. (સિમેન્ટ કોંક્રિટ) રોડની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીથી દૂધરેજ ખોડું અને વેળાવદર રોડ વચ્ચેના જોડાણને વધુ મજબૂત અને સુગમ બનાવવામાં આવશે, જે પરિવહન અને અવરજવર માટે અત્યંત લાભદાયી નીવડશે.













