રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-ચમારજ સેક્શનમાં નવો રોડ ઓવર બ્રિજ (ROB-48) બનાવવા માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે 29 નવેમ્બરથી લઈને 01 ડિસેમ્બર, 2025 સુધી રેલવે વ્યવહારને અસર થશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:


તારીખ 29 નવેમ્બર, 2025ના રોજ પ્રભાવિત થનારી ટ્રેનોની યાદી

  • ટ્રેન નંબર - 11466 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ માર્ગમાં 2 કલાક રેગ્યુલેટ કરવામાં આવશે.
  • ટ્રેન નંબર 16337 ઓખા-એર્ણાકુલમ એક્સપ્રેસ માર્ગમાં 30 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
  • ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ માર્ગમાં 30 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

તારીખ 30 નવેમ્બર, 2025ના રોજ પ્રભાવિત થનારી ટ્રેનોની યાદી

  • ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ વેરાવળથી તેના નિર્ધારિત સમય સાડા સાત વાગ્યાને બદલે 2 કલાક વિલંબથી એટલે કે સાડા નવ વાગ્યે ઉપડશે.
  • ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી તેના નિર્ધારિત સમય 10:25 વાગ્યાને બદલે 2 કલાક વિલંબથી એટલે કે 12:25 વાગ્યે ઉપડશે.

તારીખ 01 ડિસેમ્બર, 2025ના રોજ પ્રભાવિત થનારી ટ્રેનોની યાદી

  • ટ્રેન નંબર 11464 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ માર્ગમાં 3 કલાક રેગ્યુલેટ કરવામાં આવશે.
  • ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી તેના નિર્ધારિત સમય 10:25 વાગ્યાને બદલે 1 કલાક વિલંબથી એટલે કે 11:25 વાગ્યે ઉપડશે.
  • ટ્રેન નંબર 16337 ઓખા-એર્ણાકુલમ એક્સપ્રેસ માર્ગમાં 55 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
  • ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ માર્ગમાં 45 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

રેલવે તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને અસુવિધાથી બચવા ટ્રેનોના સંચાલન સંબંધિત લેટેસ્ટ અપડેટ્સની માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે.


  • Follow us on: