સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યની દારૂબંધીના કાયદાનો ભંગ કરીને મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો સંગ્રહવામાં આવતો હોવાનું સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના રેડ કરતા સામે આવ્યું છે. SMCની ટીમ દ્વારા લીંબડી તાલુકાના જાખણ ગામ નજીક આવેલા એક ફાર્મ હાઉસ પર ઓચિંતી રેડ કરીને દારૂનો મોટો જથ્થો લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, લીંબડી વિસ્તારના એક ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો વિશાળ જથ્થો છુપાવવામાં આવ્યો છે.


કુલ રૂપિયા 63.57 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

મળેલી બાતમીના આધારે એસ.એમ.સી.ની ટીમે ફાર્મ હાઉસ પર રેડ કરી હતી. આ રે઼ડ દરમિયાન પોલીસ દ્વારા સ્થળ પરથી દારૂની બોટલો અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 63.57 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી બે આરોપીઓને પણ ઝડપી લીધા હતા, જેમની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જોકે, આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા અન્ય કેટલાક શખ્સો પોલીસને હાથતાળી આપીને ફરાર થઈ ગયા હતા.

કુલ સાત શખ્સો સામે ગુનો નોંધાયો 

પોલીસ દ્વારા દારૂના આ મોટા રેકેટમાં સંડોવાયેલા કુલ સાત શખ્સો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે લીંબડી પોલીસ મથકે ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં આટલો મોટો જથ્થો ઝડપાતાં સ્થાનિક પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉભા થયા છે.


આ પણ વાંચો - Surat News: ઓલપાડ પોલીસને મોટી સફળતા, 15થી વધુ ગુનાનો વોન્ટેડ સરપંચ વિરલ વસાવા ઝડપાયો!


  • Follow us on: