ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાના અભિગમ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આધુનિક એસ.ટી. ડેપો-વર્કશોપનું નિર્માણ કરવામાં આવનાર છે. રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી વિશેષ સહાય અંતર્ગત તૈયાર થનાર આ પ્રોજેક્ટનો ખાતમુહૂર્ત સમારોહ આજે સવારે ૧૦:૩૦ કલાકે લીંબડી ડેપોના પટાંગણમાં યોજાયો હતો.


આ ગરિમામય કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ અને મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ રહ્યા હતા

નવનિર્મિત ડેપોનાખાતમુહૂર્તમાં શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા, તેમજ સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ અને ધારાસભ્ય કિરીટસિંહ રાણા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, લીંબડી ખાતે તૈયાર થનાર આ આધુનિક ડેપો-વર્કશોપ અંદાજે રૂ. ૬.૧૧ કરોડના ખર્ચે ૩૫,૦૦૫ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામશે. જેમાં ૧,૩૬૮ ચોરસ મીટરનું મજબૂત આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતું બાંધકામ કરવામાં આવશે. આ સંકુલમાં ડેપો મેનેજરની ઓફિસ, એડમિન રૂમ, ટાયર અને બેટરી રૂમ જેવી વહીવટી સવલતો ઉપરાંત, બસોના મેઈન્ટેનન્સ માટે આધુનિક લોન્ગ પીટ અને યુ પીટ જેવી ટેકનિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાશે.

આ પ્રોજેક્ટમાં માત્ર વહીવટી પાસાંઓ જ નહીં, પરંતુ કર્મચારીઓના કલ્યાણનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે

વર્કશોપના પ્રથમ માળે કર્મચારીઓ માટે વર્કર રૂમ, રેકોર્ડ રૂમ, મહિલા કર્મચારીઓ માટે ખાસ રેસ્ટ રૂમ અને તાત્કાલિક સારવાર માટે ડિસ્પેન્સરી રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં વાહનવ્યવહાર વિભાગના અગ્ર સચિવ શ્રી હરીત શુકલા અને નિગમના વહીવટી સંચાલક એમ. નાગરાજન પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરૂ પાડશે.


આ પણ વાંચો : Kheda News : રાજયમંત્રી સંજયસિંહ મહિડાએ ખેડાના કમળા ખાતે SIR પ્રક્રીયા હેઠળ ચાલતી કામગીરીની સમીક્ષા કરી


  • Follow us on: