સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં રહેણાંક મકાનોની આડમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. લીંબડી પોલીસની ટીમ દ્વારા એક મકાનમાં ચાલતા જુગારધામ પર ઓચિંતી રેડ કરીને તીન પત્તીનો જુગાર રમતા 6 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે. આ કાર્યવાહીને પગલે સ્થાનિક જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી
ઘટનાની મળતી માહિતી મુજબ, લીંબડી ટાઉન પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે, લીમડી શહેરના એક રહેણાંક મકાનમાં કેટલાક ઈસમો એકઠા થઈને હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ માહિતીને આધારે પોલીસની ટીમે પૂર્વ આયોજિત પ્લાન મુજબ મકાન પર રેડ કરી હતી. પોલીસ જ્યારે અંદર પ્રવેશી ત્યારે 6 શખ્સો કુંડાળું વળીને પત્તા અને પૈસા વડે જુગાર રમી રહ્યા હતા.













