સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ અકસ્માતની વધુ એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં બે યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સુરેન્દ્રનગરના હરીપરના પાટીયા પાસે પૂરઝડપે જઈ રહેલી એક કાર અચાનક ચાલકે કાબૂ ગુમાવતા પલટી મારી ગઈ હતી. કાર એટલી જોરદાર રીતે પલટી હતી કે તે રોડની સાઈડમાં આવેલા ઉંડા ખાડામાં જઈ ખાબકી હતી. આ અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા, પરંતુ કારમાં સવાર બે યુવકોના ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.


પોલીસે તપાસ હાથ ધરી

આ અકસ્માતમાં કારમાં સવાર અન્ય બે યુવકોને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે બંને મૃતક યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બે આશાસ્પદ યુવકોના અકાળે અવસાનથી તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

આ પણ વાંચો : Banaskantha માં રક્તરંજીત માર્ગ, પીકઅપ ડાલાએ રીક્ષાને ઠોકરે લેતા બે મહિલાઓના કરુણ મોત


  • Follow us on: