સાબરકાંઠાના તલોદ તાલુકાના નવલપુર ગામે વિકાસ અને મહિલા સશક્તિકરણનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામના વિકાસકાર્યો અને મહિલાઓ દ્વારા સંચાલિત પંચાયત વ્યવસ્થાના કારણે રાજ્યના મુખ્યમંત્રીએ પણ નવલપુર ગામના વખાણ કર્યા છે.


ગ્રામ પંચાયતનું સંચાલન મહિલાઓ દ્વારા

નવલપુર ગામમાં ગ્રામ પંચાયતનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે મહિલા સશક્તિકરણનું ઉત્તમ મોડેલ માનવામાં આવી રહ્યું છે. ગામમાં વિકાસને લઈને અનેક મહત્વપૂર્ણ યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મુકાઈ છે.

ગામને સંપૂર્ણ રીતે સોલર ઊર્જાથી સુસજ્જ

ગામને સંપૂર્ણ રીતે સોલર ઊર્જાથી સુસજ્જ બનાવવામાં આવ્યું છે. ઉપરાંત ગામના દરેક મકાનમાં પાણીના મીટર લગાવવામાં આવ્યા છે જેથી પાણીના વપરાશનું યોગ્ય નિયંત્રણ થઈ શકે. પાણીનો બગાડ અને લીકેજ અટકાવવા માટે આ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

નલ સે યોજના હેઠળ ગામમાં 100 ટકા પાણી પુરવઠાની કામગીરી

નલ સે યોજના હેઠળ ગામમાં 100 ટકા પાણી પુરવઠાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હવે ગામમાં પાણીના વપરાશ મુજબ જ વસૂલાત કરવામાં આવશે. આથી પાણીનો બગાડ ઘટશે અને સંસાધનોનો યોગ્ય ઉપયોગ થશે.

અત્યાધુનિક ગ્રામ પંચાયત ભવનનું પણ નિર્માણ

ગામમાં સીસી રોડ, ગટર લાઈન, સ્ટ્રીટ લાઈટ તેમજ સીસીટીવી જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉપરાંત ગામમાં અત્યાધુનિક ગ્રામ પંચાયત ભવનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીએ પ્રશંસા કરી

મુખ્યમંત્રીએ ગામના પાણી વ્યવસ્થાપન મોડેલની પ્રશંસા કરતા પાણીના બગાડ અને લીકેજ અંગે પણ ટકોર કરી હતી. “જળ એ જ જીવન”ના સૂત્રને નવલપુર ગામે હકીકતમાં સાબિત કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.


આ પણ વાંચો---    Ahmedabad : ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક મોટો આદેશ, મુસ્લિમ યુવકને હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા મંજૂરી

  • Follow us on: