હાલ સમગ્ર રાજ્યમાં SIRની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે. જે કારણે શિક્ષણો પર કામનું ભારણ વધી ગયું હોવાથી ઘણા જિલ્લામાં વિરોધ પણ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે BLOની કામગીરીના કારણે એક શિક્ષકે આત્મહત્યા કરી છે. જ્યારે અન્ય એક શિક્ષકનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. ત્યારે તાપીના વાલોડમાં BLO સહાયકને હાર્ટ એટેક આવતા મોત થવાના સમાચાર સામે આવ્યા છે.


આચાર્યને હ્રદય રોગનો હુમલો આવતા નીધન

ઘટનાની મળતી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં આવેલા વાલોડ તાલુકાની બેલધા ગામના પ્રાથમિક શાળાના આચાર્યને હ્રદય રોગનો હુમલો આવતા તેમનું નીધન થયું હતું. 56 વર્ષીય આચાર્ય કલ્પનાબેન પટેલનું હાર્ટ એટેકના કારણે મોત થતા શિક્ષણ જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. કલ્પનાબેન BLOના સહાયક તરીકે કામગીરી કરી રહ્યા હતા.

વાલોડ તાલુકાના બેલધા ગામના BLO સહાયકને રાત્રી દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. રાત્રિ દરમિયાન કલ્પનાબેનની તબિયત લથડતા સારવાર માટે બારડોલીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

BLO સહાયકની કામગીરીમાં તેમને કોઈ ટેન્શન ન હતું

આ બાબતે મુખ્ય BLO જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, BLO સહાયકની કામગીરીમાં તેમને કોઈ ટેન્શન ન હતું. આ સાથે બેલધા ગામ SIRની કામગીરીમાં હાલ ગ્રીન ઝોનમાં છે, તેમણ પણ BLO દ્વારા જણાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આજે ખેડાના કપડવંજની નવાપુરા પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષક રમેશ પરમારનું BLOની કામગીરીના તણાવને કારણે હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો - કિર્તીદાન ગઢવીને મોંઘી પડી 'સૈયારા'ની રીલ, ૩ મહિના બાદ પોલીસે મોકલ્યો મેમો, જાણો કેટલો થયો દંડ?

  • Follow us on: