તાપી જિલ્લામાં ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડૉક્ટરો વિરુદ્ધ SOG દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા SOG પોલીસે નિઝર તાલુકાના રૂમકી તલાવ ગામેથી એક બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યો છે. આ બોગસ ડૉક્ટરનું નામ રસિક કમાજીભાઈ વસાવા છે. આ ડૉક્ટર શિવજી મંદિર નજીક ભાડાના મકાનમાં એલોપથી પ્રેક્ટિસ કરતો હતો.


રસિક વસાવા નામનો બોગસ ડોક્ટર પોલીસના સકંજામાં

SOG પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે તે પ્રેક્ટિસ કરતો રંગે હાથ ઝડપાયો હતો. પોલીસે આરોપીની પાસેથી જુદી જુદી બ્રાન્ડની દવાઓ, મેડિકલના સાધનો અને અન્ય મુદ્દામાલ મળીને કુલ 29,341 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ બોગસ ડૉક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: