વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક ગણાતા થરાદ શહેરમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી સતત ચોથા દિવસે પણ ચાલુ રાખવામાં આવી છે. શહેરના ટ્રાફિકને અડચણરૂપ બનતા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં ખાસ કરીને મુખ્ય બજાર અને બસ સ્ટેશન આસપાસના વિસ્તારને લક્ષ્ય બનાવવામાં આવ્યો હતો. આ દબાણોના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી.


પોલીસને સાથે રાખી કામગીરી હાથ ધરી

નગર તંત્ર દ્વારા આ દબાણ હટાવ કામગીરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી. દબાણો દૂર કરવા માટે JCB મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. થરાદ પોલીસ સ્ટેશનના સ્ટાફની મદદથી હાઇવે સહિતના વિસ્તારોમાં નડતરરૂપ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રની આ આક્રમક કામગીરીને કારણે શહેરના ગેરકાયદે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: