ગુજરાતમાં થોડા સમય પહેલા જ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદ નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે. હવે આ જિલ્લામાં 2026ના રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવાનો સરકારે નિર્ણય લીધો છે. આ જિલ્લામાં 25 અને 26 જાન્યુઆરીએ વિવિધ કાર્યક્રમો યોજાશે.


ઉજવણી માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી

થોડા સમય પહેલા જ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વાવ- થરાદને નવો જિલ્લો બનાવવામાં આવ્યો હતો. આ જિલ્લામાં હવે રાજ્ય સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ પર્વ માટે યોજાતા વિવિધ કાર્યક્રમો માટેની પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

25 અને 26 તારીખે વિવિધ કાર્યક્રમો યોજાશે

વાવ થરાદમાં આગામી જાન્યુઆરી મહિનાની 25 અને 26 તારીખે વિવિધ કાર્યક્રમો યોજાશે. જયારે એટ હોમ કાર્યક્રમ વાવ- થરાદમાં યોજાશે. 25 જાન્યુઆરીએ એટ હોમ કાર્યક્રમ યોજાશે. જ્યારે અન્ય જગ્યાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓને આદેશ અપાયો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.


આ પણ વાંચોઃ Aravalli News: શામળાજીની અણસોલ બોર્ડર પરથી કારના બોનેટમાં છુપાવેલી એક કરોડની રોકડ ઝડપાઈ, એક વ્યક્તિની અટકાયત


  • Follow us on: