વાવ થરાદ જિલ્લાના ખેડૂતોની હાલત અત્યંત દયનિય બની છે. ગત મહિનામાં પડેલા અતિ ભારે વરસાદના કારણે ચોમાસુ સિઝન ફેલ ગઈ છે અને થોડા ઘણી બચી ગયેલ ખેતી પાક માવાઠાએ નષ્ટ કર્યો જેમાં માવઠાની અસર ધીમે ધીમે હવે બાગયતી ખેતીમાં પણ જોવા મળી રહી છે. બાગયતી પાક દાડમ ની ખેતી કરતા થરાદ તાલુકાના મલુપુર ગામના ખેડૂતો હાલત દયનિય બની ગઈ છે. દાડમના ફળમાં માવઠાના કારણે સુકારો રોગ જોવા મળતા દાડમ ને રસ્તા પર ફેંકવા ખેડૂતો મજબુર બન્યા છે
વાવ થરાદ જિલ્લાના ખેડૂતો થી કુદરત રૂઠી હોય તેવી હાલત
વાવ થરાદ જિલ્લાના ખેડૂતો થી કુદરત રૂઠી હોય તેવી હાલત જોવા મળી રહી છે. ચોમાસામાં અતિ ભારે વરસાદ પડતા ચોમાસુ પાક સડી ને નષ્ટ થયા હતા અને ક્યાંક ક્યાંક બચી ગયેલ ખેતી પાક ઓક્ટોબર માસમાં આવેલા માવઠા એ પાકને નુકસાન કરી સડવી દીધો હતો. ખેડૂતોની ચોમાસુ ખેતી સંપૂર્ણ ફેલ થઇ હતી તેવામાં બાગયતી ખેતી કરતા ખેડૂતોને આશા હતી કે અતિ ભારે વરસાદ અને માવઠા થયેલ નુકશાન ની ભરપાઈ બાગયતી ખેતી દાડમ માંથી મેળવી ખર્ચ માંથી બહાર આવીશું.
ખેડૂતો દાડમના ફળને રસ્તા પર ના પશુઓને ખવડાવા મજબુર બન્યા
જો કે માવઠાની અસર બાગયતી પાક દાડમ ના ફળમાં જોવા મળી રહી છે. દાડમ ના ફળ માં સુકારો રોગ જોવા મળી રહ્યો છે તેના કારણે ખેડૂતોની હાલત દયનિય બની ગઈ છે. એક દાડમ છોડ પાછળ ફળ ઉપદ્રવ માટે અંદાજીત રૂ 550નો ખર્ચ લાગે છે. તેની સામે દાડમ એક છોડ પરથી રૂ 50 દાડમ ફળની ઉપજ થતી નથી તેથી ખેડૂતોની હાલત દયનિય બની છે. દાડમ ફળ માં કાળી ટપકી અને સુકારા રોગ વાળા ફળ કોઈ વેપારી પણ ખરીદવા તૈયાર નથી તેથી ખેડૂતો દાડમના ફળને રસ્તા પર ના પશુઓને ખવડાવા મજબુર બન્યા
સરકાર બાગયતી પાકના નુકશાની નો સર્વે કરાવી સહાય રૂપી વળતર આપે
થરાદ તાલુકાના મલુપુર ગામના ખેડૂત પબાભાઈ પટેલે પોતાના પાંચ હેક્ટર ના ખેતર માં 1800 નંગ દાડમ ના છોડ નું વાવતેર કરેલું છે પણ એક પણ રૂપિયા ની આવક થઇ નથી. દાડમ પાછળ કરેલ ખર્ચ પણ એળે ગયું છે અને રોગ વાળા દાડમ ના ફળો રસ્તા પર ફેંકવા મજબુર બન્યા છે.બાગયતી પાકની ખેતી કરતા ખેડૂતો સરકાર ને વિનંતી કરી રહ્યા છે કે સરકાર બાગયતી પાકના નુકશાની નો સર્વે કરાવી સહાય રૂપી વળતર આપે નહિ તો આવનાર સમયમાં બાગયતી ખેતી કરતા ખેડૂતો હાલત કફોડી બનશે પોતાના પરિવાર નું ગુજરાન કરવી મુશ્કેલ બનશે.
આ પણ વાંચો----- Junagadh News : જૂનાગઢમાં જાહેર પ્લોટ પર પાણીની ટાંકી બનાવતા સ્થાનિકોમાં રોષ, સ્થાનિકોનો આક્ષેપ, અમારી કોઈ મંજૂરી લેવામાં આવી નથી