થરાદમાં એક યુવકે કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લેવાની ઘટનાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. યુવકને મરવા માટે મજબૂર કરનારા શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ સાથે આજે મોટી સંખ્યામાં પરિવારજનો અને મહિલાઓ બનાસકાંઠા SP કચેરી ખાતે ઉમટી પડ્યા હતા.
યુવકના પરિવારજનો પહોંચ્યા SP કચેરી
યુવકના મોત બાદ તેનો મૃતદેહ હાલ થરાદની સરકારી હોસ્પિટલના પીએમ (Post-Mortem) રૂમમાં રાખવામાં આવ્યો છે. પરિવારે ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી જવાબદાર આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. ન્યાયની માંગ સાથે હોસ્પિટલથી સીધા જ પરિવારજનો એસપી કચેરી પહોંચ્યા હતા.













