ખેડા જિલ્લામાં આવેલા એક ગામના સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મજૂર થતા પદ ગુમાવવાનો વારો આવ્યો છે. જે કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા માસરા ગામમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી. માસરા ગામના સરપંચ કૈલાશબેન સોલંકી સામે અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
અવિશ્વાસનો પ્રસ્તાવ મંજૂર થતા વિવાદનો અંત આવ્યો
માસરા ગામના સરપંચ કૈલાશબેન સોલંકી પર વિકાસ કામોમાં મનસ્વી વહીવટનો ગંભીર આક્ષેપ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા લગાવવામાં આવ્યો છે. જે કારણે સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જેમાં ગ્રામ પંચાયતના 11 માંથી 8 સભ્યોએ વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું, આ સભ્યો વિકાસના કામોમાં મનસ્વી કામ કરતા સભ્યો નારાજ થયા હતા. આ વિવાદ 8 જાન્યુઆરીથી શરૂ થયો હતો. માસરા ગ્રામ પંચાયતમાં દરખાસ્ત માટે બેઠક બોલાવી હતી. અવિશ્વાસનો પ્રસ્તાવ મંજૂર થતા વિવાદનો અંત આવ્યો છે.













