આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ગામમાં મહીસાગર નદીમાં રેતી માફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. કલેક્ટરના આદેશ બાદ અધિકારીઓએ દરોડો પાડીને ખનન માફિયાઓના 5 ડમ્પર અને 2 હિટાચી મશીન જપ્ત કરાયા છે. આ કાર્યવાહી હેઠળ કુલ 1.62 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આણંદ જિલ્લા કલેક્ટરની સૂચના બાદ કાર્યવાહી
આણંદ જિલ્લામાં વધતી રેતી ખનનની ખોટી પ્રવૃત્તિઓને રોકવા માટે આણંદ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.













