ગીર સોમનાથ જિલ્લાના ઉના-ભાવનગર હાઈવે પર આવેલા નાથેજ ગામ પાસે એક હચમચાવી દેતો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર, બાઈક અને ટ્રેક્ટર એમ ત્રણ વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ચલાવી રહેલા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
સીસીટીવીમાં કેદ થઈ ઘટના
આ સમગ્ર અકસ્માતની લાઈવ ઘટના હાઈવે પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે વાહનો એકબીજા સાથે અથડાયા હતા. હાઈવે પર અચાનક સર્જાયેલી આ અફરાતફરીને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અકસ્માત સર્જાયા બાદ સ્થાનિકો ત્યાં દોડી આવ્યા હતા અને તેમણે પોલીસને પણ જાણ કરી હતી.













