વડોદરા શહેરમાં કડકડતી ઠંડીના કારણે એક વૃદ્ધનું મોત નીપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આશરે 60 વર્ષની ઉંમરના આ વૃદ્ધનો મૃતદેહ જેલ રોડ પરની ફૂટપાથ પરથી મળી આવ્યો હતો. પ્રાથમિક દૃષ્ટિએ અતિશય ઠંડીમાં ઠૂંઠવાઈ જવાથી વૃદ્ધનું મોત થયું હોવાની આશંકા છે.


વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

આ ઘટનાને ચાલુ શિયાળાની સિઝનમાં વડોદરામાં ઠંડીથી થયેલું પ્રથમ મોત માનવામાં આવી રહ્યું છે. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Vadodara : અમદાવાદ-મુંબઈ હાઈવે પર કતલના ઇરાદે લઇ જવાતા 16 પશુઓને બચાવાયા


  • Follow us on: