બોટાદ શહેરમાં ગઈકાલે વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વ્યક્તિ પર કાર ચઢાવી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર બનાવના CCTV ફૂટેજ પણ સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો છે.


બાઈક પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો

ફરીયાદી શબ્બીરભાઈ નિયાતર મુજબ, તેઓ વહેલી સવારે રનિંગ કર્યા બાદ બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન સાળંગપુર રોડ પર પહોંચતા જ એક કાર ચાલકે ઈરાદાપૂર્વક તેમની બાઈક પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનામાં તેઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

જૂની અદાવતના કારણે આરોપીઓ દ્વારા હુમલો

ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જૂની અદાવતના કારણે આરોપીઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો.

4 આરોપી સામે ફરિયાદ

પોલીસે આ મામલે ફિરોઝ ઉર્ફે કાજી કુરેશી, તાહિર ઉર્ફે ફાઈટર જાંગડ, તોસીફ રજાકભાઈ જાંગડ અને સુફિયાન સીરાજભાઈ ખલ્યાણી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. CCTV ફૂટેજના આધારે આરોપીઓની ભૂમિકા અંગે સઘન તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ તપાસ શરુ

પોલીસ તંત્રએ જણાવ્યું છે કે સમગ્ર મામલાની વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે અને દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે..


આ પણ વાંચો----    Vadodara : પાયોનિયર કોલેજમાં માનસિક ત્રાસના કારણે વિદ્યાર્થીના આત્મહત્યા પ્રયાસથી ચકચાર, 2 પ્રોફેસર સામે નોંધાઇ પોલીસ ફરિયાદ


  • Follow us on: