વિશ્વના સૌથી ઊંચા સ્મારક 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' (SOU) તરફ જતા પ્રવાસીઓ અને વાહનચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરાથી એકતા નગર (કેવડિયા) સુધીના સ્ટેટ હાઈવે-63ને પહોળો કરવાની મહત્વકાંક્ષી યોજના અંતર્ગત જમીન સંપાદનની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.
સ્ટેટ હાઇવે 63 પહોળો કરવા જમીન સંપાદનનું કામ શરૂ
આ પ્રોજેક્ટ માટે વડોદરા જિલ્લાની 186 હેક્ટર અને નર્મદા જિલ્લાની 116 હેક્ટર મળીને કુલ મોટી માત્રામાં ખાનગી જમીન હસ્તગત કરવામાં આવશે. વડોદરા જિલ્લાના 2 ગામો અને ડભોઇ તાલુકાના 17 ગામોની જમીન આ સંપાદન પ્રક્રિયા હેઠળ આવરી લેવામાં આવી છે. આ સમગ્ર 84 કિમી લાંબા હાઈવેને બે તબક્કામાં વહેંચવામાં આવ્યો છે: વડોદરાથી ડભોઇ: આ માર્ગને 6 લેન બનાવવામાં આવશે. ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી: આ માર્ગને 4 લેન હાઈવેમાં ફેરવવામાં આવશે.













