વડોદરાના નેશનલ હાઈવે પરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં શ્રમિકો પોતાના જીવના જોખમે મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. વતનની વાટ પકડેલા આ મુસાફરો ખાનગી વાહનોમાં ખીચોખીચ ભરાઈને મુસાફરી કરી રહ્યા છે, જે ગમે ત્યારે મોટી હોનારતને નિમંત્રણ આપી શકે તેમ છે.


નિયમોનું સરેઆમ ઉલ્લંઘન

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ઈકો અને બોલેરો જેવા વાહનોમાં ક્ષમતા કરતા ડબલ મુસાફરો બેસાડવામાં આવ્યા છે. વાહનની અંદર તો ઠીક, પરંતુ વાહનની છત પર પણ સામાનના મોટા પોટલાંઓ સાથે શ્રમિકો બેઠેલા જોવા મળે છે. આ દ્રશ્યો જોઈને સ્પષ્ટ થાય છે કે, અહીં RTOના તમામ કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

ટ્રાફિક પોલીસ મૂક પ્રેક્ષક?

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ શ્રમિકો શહેરમાંથી પોતાના વતન જઈ રહ્યા છે. નવાઈની વાત એ છે કે, હાઈવે પર સતત પેટ્રોલિંગ અને ચેકિંગનો દાવો કરતી ટ્રાફિક પોલીસ આ મામલે મૂક પ્રેક્ષક બની હોય તેવું લાગી રહ્યું છે. હાઈવે પર તેજ ગતિએ દોડતા વાહનોની છત પર બેસીને મુસાફરી કરવી એ કોઈ પણ સમયે જીવલેણ સાબિત થઈ શકે છે. સામાન્ય જનતામાં હવે એ સવાલ ઉઠી રહ્યો છે કે, શું પોલીસ માત્ર હેલ્મેટ અને સીટબેલ્ટના દંડ વસૂલવામાં જ વ્યસ્ત છે? આવા જોખમી વાહનચાલકો સામે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે?


આ પણ વાંચો - Vadodara News: વાઘોડિયા રોડ પર હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહનની અડફેટે વૃદ્ધનું મોત


  • Follow us on: