આગામી મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરાની નંદેસરી પોલીસ એક્શન અને સેવા મોડમાં જોવા મળી રહી છે. ઉત્તરાયણ દરમિયાન દોરીથી થતા જીવલેણ અકસ્માતોને રોકવા માટે નંદેસરી પોલીસ સ્ટેશન અને 'ખાખી કેર ફાઉન્ડેશન'ના સંયુક્ત ઉપક્રમે વાહનચાલકોની સુરક્ષા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
સેફ્ટી વાયરનું વિતરણ અને જાગૃતિ કાર્યક્રમ
નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ ખંત અને ઉત્સાહપૂર્વક વાહનચાલકોના ટુ-વ્હિલર પર વિનામૂલ્યે સેફ્ટી વાયર લગાવી આપ્યા હતા. આ સેફ્ટી વાયર ગળાના ભાગે દોરી આવતા અટકાવે છે, જે અકસ્માત નિવારવામાં અત્યંત મદદરૂપ થાય છે. આ ઉપરાંત, નંદેસરી પોલીસ દ્વારા વિસ્તારની વિવિધ શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને ઉત્તરાયણ દરમિયાન રાખવાની સાવચેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. પતંગ અને દોરીનું વેચાણ કરતા વેપારીઓ સાથે પણ બેઠક યોજી અવેરનેસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.













