વડોદરા એસ.ટી. વિભાગે મુસાફરોને વધુ આધુનિક અને આરામદાયક સુવિધા આપવાના હેતુથી નવી એ.સી. વોલ્વો બસ સેવા શરૂ કરી છે. આ નવી સેવા વડોદરા-અંબાજી રુટ પર આજથી નિયમિત રીતે ઉપલબ્ધ રહેશે.


બસની સમયસૂચિ:

* વડોદરા થી: સવારે 5:45 કલાકે ઉપડશે અને અંબાજી સવારે 11:45 કલાકે પહોંચશે.

* પરત : અંબાજી થી: બપોરે 1:15 કલાકે ઉપડશે અને વડોદરા સાંજે 7:15 કલાકે પહોંચશે.

ભાડું અને બુકિંગ:

* ઓનલાઈન બુકિંગ: રૂ. 539

* ઓફલાઈન/ડાયરેક્ટ ટિકિટ: રૂ. 535

સુરક્ષિત અને આરામદાયક મુસાફરી ની સુવિધા

આ નવી એ.સી. વોલ્વો બસ સેવાનાં શરૂ થવાથી યાત્રીઓ અને સામાન્ય મુસાફરો માટે સુરક્ષિત અને આરામદાયક મુસાફરી ની સુવિધા ઉપલબ્ધ થશે. ખાસ કરીને અંબાજી જતાં યાત્રિકો માટે આ સેવા ખૂબ લાભદાયી સાબિત થશે.


આ પણ વાંચો----Gujarat Flashback 2025 : ગુજરાતમાં નવેમ્બર 2025 સુધીમાં 1.86 કરોડથી વધુ કોલ 108 એમ્બ્યુલન્સ સેવાએ એટેન્ડ કર્યા

  • Follow us on: