વડોદરા શહેરના ફતેગંજ મેઇન રોડ પર છેલ્લા એક મહિનાથી ડ્રેનેજ લાઈનમાંથી ઊભરાતા ગંદા અને દુર્ગંધવાળા પાણીના કારણે લોકોને ભારે તકલીફ પડી રહી છે. વાહનવ્યવહાર અને ટ્રાફિક ધમધમતા આ વિસ્તારમાં ગ્રાહકો દુકાન સુધી પહોંચતા નથી, પરિણામે વેપારીઓને નાણાકીય નુકસાન પણ થઈ રહ્યું છે.
કોર્પોરેશનની ટીમ માત્ર પંપથી પાણી પ્રેસર કરીને જતી રહે છે
સ્થાનિકોએ પાલિકા તંત્ર સામે વારંવાર રજૂઆત કરી છે. તેમ છતાં, તંત્ર દ્વારા મોકલાયેલી ટીમ માત્ર પંપથી પાણી પ્રેસર કરીને જતી રહે છે. યોગ્ય રીતે સફાઈ ન થવાને કારણે સમસ્યા યથાવત્ રહે છે.













