સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા 'રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2026' ના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયમો પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે એક વિશેષ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર સલામત વાહન ચલાવવાનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો.


અક્ષર ચોકથી નિઝામપુરા સુધી રેલી

વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલી શહેરના અક્ષર ચોકથી શરૂ થઈ નિઝામપુરા સુધી યોજાઈ હતી. રેલીમાં મોટી સંખ્યામાં પ્રોફેશનલ રાઇડર્સ અને પોલીસ જવાનો જોડાયા હતા, જેમણે ટ્રાફિકના વિવિધ સ્લોગન અને બેનરો સાથે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.

રોંગ સાઇડ ડ્રાઇવિંગ સામે ચેતવણી

રેલી દરમિયાન "રૂલ્સ સેફ્ટી" અને "રોંગ સાઇડ જવું નહીં" તેવા સંદેશા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે, રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરનાર વિરૂદ્ધ એફઆઈઆર (FIR) પણ દાખલ કરવામાં આવશે. હેલ્મેટ પહેરવું અને ગતિ મર્યાદા જાળવવી એ જીવન બચાવવા માટે અનિવાર્ય છે તેવો સુર ટ્રાફિક અવેરનેસ રાઇડ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.


આ પણ વાંચો - Vadodara: વારશિયા લૂંટનો ભેદ ઉકેલાયો, આંખમાં મરચું નાખનાર ગેંગને ક્રાઈમ બ્રાંચે દબોચી


  • Follow us on: