વડોદરા શહેરની કપુરાઈ ચોકડી પાસેથી એસ.ટી. બસમાં મુસાફરી કરતા ત્રણ મધ્ય પ્રદેશના શખ્સોને પોલીસે દારૂ-બિયરના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


ત્રણ વ્યક્તિઓ દારૂ ભરેલા થેલા સાથે મુસાફરી કરી રહ્યા છે

કપુરાઈ પોલીસ ટીમને ગઈકાલે રાત્રે બાતમી મળી હતી કે છોટાઉદેપુર–જોડિયા, વિશ્વામિત્રી એક્સપ્રેસ એસ.ટી. બસમાં ત્રણ વ્યક્તિઓ દારૂ ભરેલા થેલા સાથે મુસાફરી કરી રહ્યા છે અને બસ ટૂંક સમયમાં કપુરાઈ ચોકડી પહોંચશે.

પોલીસે બસને અટકાવી તપાસ કરી

આ માહિતીના આધારે પોલીસે બસને અટકાવી તપાસ કરી હતી. તપાસ દરમિયાન, બાતમી મુજબ ગુજલા ડાવર, મહેશ નાનભાયા કિકરિયા અને સુરલા કોદરસિંગ જમરા (ત્રણે અલીરાજપુર, મધ્યપ્રદેશ)ને ઝડપવામાં આવ્યા.

કુલ રૂ.22,368નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

 તપાસમાં, તેમની પાસે રહેલા બે થેલામાં રૂ.12,768 કિંમતના 24 બોટલો દારૂ અને રૂ.9,600 કિંમતના 48 ટીન બિયરની મળી આવી. કુલ રૂ.22,368નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ કાર્યવાહી શરૂ કરી છે.


આ પણ વાંચો----     Gujarat Flashback 2025 : ગુજરાતમાં થઇ હતી એશિયાઈ સિંહોની વસતી ગણતરી, 2015ની સરખામણીએ સિંહોની સંખ્યામાં થયો 27%નો વધારો

  • Follow us on: