વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં ચાલી રહેલી વુમન્સ પ્રીમિયર લીગ દરમિયાન લાઈવ મૅચ પર ઓનલાઇન સટ્ટા રમતાં પાંચ વ્યક્તિઓને વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચએ ઝડપી પાડ્યા છે. પકડાયેલા પાસેથી 8 મોબાઇલ ફોન અને રોકડ રૂ. 8,720 સહિત કુલ રૂ. 2,28,720નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
વિંગમાં બેસેલા લોકો તેમના મોબાઇલથી ઓનલાઇન સટ્ટા બેટિંગ કરી રહ્યા હતા
LCB ટીમે જણાવ્યું કે, 22 જાન્યુઆરીના રોજ ગુજરાત જાયન્ટ્સ અને યુ.પી. વોરિયર્સ વચ્ચેની મેચ દરમિયાન સ્ટેડિયમની અંદરના વિંગમાં બેસેલા લોકો તેમના મોબાઇલથી ઓનલાઇન સટ્ટા બેટિંગ કરી રહ્યા હતા. આરોપીઓએ ગુગલ ક્રોમ અને વિવિધ વેબસાઇટ્સ દ્વારા રન ફેર સેશનના સોદા કર્યા હતા.
આ સટ્ટાબાજો પકડાયા
પોલીસે આ મામલે અનિલકુમાર ગણેશપ્રસાદ સોની (મધ્યપ્રદેશ), સચિતાનંદકુમાર સુરેન્દ્રસિંગ યાદવ (બિહાર), ઈમરાન ઈકબાલ જાતે સૈયદ (મહારાષ્ટ્ર), નીતેશકુમાર પાલેરામ સુનાર (હરિયાણા), મોહિત ઉર્ફે અનુજ રામવિલાસ ચૌધરી (રાજસ્થાન)ને ઝડપી લીધા છે અને તમામ સામે પોલીસે આ મામલે જરોદ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે અને આરોપીઓના મોબાઇલમાંથી સટ્ટા આઈડી અને અન્ય વિગતો મળી રહી છે.
સાવલીમાં પણ જુગાર રમતા ચાર ઝડપાયા
આ સાથે, વડોદરા ગ્રામ્ય LCBએ સાવલી ટાઉન વિસ્તારમાં રેડ કરીને જાહેર જગ્યામાં જુગાર રમતા ચાર વધુ વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. જેમાં અજરુદીન સલિમભાઈ પઠાણ, રવી નટુભાઈ વસાવા,સુરેશભાઈ હસમુખભાઈ શેઠ અને ભાવેશભાઈ મોહનભાઈ રાજપુતનો સમાવેશ થાય છે. આ કેસમાંરૂ. 15,700નો મુદ્દામાલ જપ્ત થયો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો---- Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય, વિવિધ આવાસ યોજનાઓમાં દંડનીય વ્યાજ માફી