વડોદરામાં ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટને કારણે શુક્રવારની રાતે ટોળાએ સિટી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી નારેબાજી કરી હતી. તેના બાદ ટોળું જૂનીગઢી વિસ્તારમાં જઇ તોડફોડ કરવામાં લાગ્યું હતું, ટોળાએ પોલીસ કર્મચારીને પણ ફરજમાં રુકાવટ કરી હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. આ મામલે સિટી પોલીસે પ્રેસમાં કામ કરતા શખ્સને ઝડપી લીધો હતો


કેટલાક લોકો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા

સ્થાનિક માહિતી મુજબ, જૂનીગઢી વિસ્તારના એક યુવકે ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ મૂકી હતી. પોસ્ટના પ્રસાર થવાથી પાણીગેટ વિસ્તારમાં ભારે અરાજકતા ફેલાઇ હતી. ફરિયાદ કરવા માટે કેટલાક લોકો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ધીમે ધીમે મોટી સંખ્યામાં ટોળું ભેગુ થયું.

ટોળાએ મકાનો પર પથ્થરમારો કર્યો

પોલીસ અને સમાજના આગેવાનો ટોળાને શાંતિથી સમજાવવાની કોશિશ કરતાં હતાં, પરંતુ પ્રેસમાં કામ કરતા યુવક સહિત ત્રણ જણાએ ટોળાને ઉશ્કેરતા ટોળું વધુ ભડકી ઉઠ્યું. નારેબાજી કરી ટોળું જૂનીગઢી તરફ ધસી ગયું. ટોળાએ મકાનો પર પથ્થરમારો કર્યો, વાહનોને તોડફોડ કરી અને નવરાત્રિના પંડાલને નુકસાન પહોંચાડ્યું.

 મુખ્ય આરોપી મોહંમદ હનિફ ઉર્ફે બટકો અબુબકર મેમણને ઝડપી લેવાયો

સિટી પોલીસ દ્વારા તપાસની કાર્યવાહી દરમિયાન ટોળાની ઉશ્કેરણી કરનાર મુખ્ય આરોપી મોહંમદ હનિફ ઉર્ફે બટકો અબુબકર મેમણ (રહે. નબીલ ફ્લેટ, ગાયત્રી ગેસની ગલી, વાઘોડિયા રોડ)ને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ હવે અન્ય જોડાયેલા આરોપીઓ સામે પણ કાર્યવાહી કરી રહી છે.


આ પણ વાંચો----  Gandhinagar : મિલકત સંબંધિત ગુનાના આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 13નો પ્રથમ વખત ઉપયોગ થશે, આજીવન કેદની જોગવાઈ

  • Follow us on: