વડોદરાની મહિલાને હું તારી સાથે લગ્ન કરીશ અને તને જીવનસાથી બનાવવા માંગુ છું તેમ કહી મહિલાનો વિશ્વાસ જીતી તેની સાથે ફૂલહાર કર્યા બાદ આરોપી યુવકે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ યુવકે લગ્ન રજીસ્ટર કરાવ્યા ન હતા અને તે મામલે બોલાચાલી કરી મહિલાને કમરપટ્ટા વડે માર માર્યો હતો. આ મામલે મકરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
બંનેએ ફુલહાર કર્યા બાદ અવાર નવાર દુષ્કર્મ કર્યું
મહિલાએ મકરપુરા પોલીસમાં આરોપી છબીલાલ કિશનરાવ પાટીલ (બોમ્બે હાઉસિંગ વુડાના મકાનમાં, દંતેશ્વર) સામે ફરિયાદ નોંધાવી હતી કે આરોપીએ તેની સાથે પરિચય કેળવી હું તારી સાથે લગ્ન કરીશ અને તને જીવનસાથી બનાવીશ તેવી લાલચ આપી મહિલાનો વિશ્વાસ જીત્યો હતો જેથી મહિલાએ તેના માતા પિતાનું ઘર છોડી દીધું હતું. આરોપી મહિલાને પાવાગઢ લઇ ગયો હતો અને બંનેએ ફુલહાર કર્યા હતા ત્યારબાદ તેની સાથે અવાર નવાર દુષ્કર્મ કર્યું હતું.













