દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગયા છે. આ જ અનુસંધાને વડોદરા સિટી પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં વિશેષ કોમ્બીંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. તપાસ દરમિયાન ભાડા કરાર કર્યા વગર મકાન ભાડે આપનાર 25 મકાન માલિકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વિસ્તારોમાં સઘન ચેકિંગ
સિટી પોલીસ સ્ટાફે યાકુતપુરા, ચૂડીવાલાની ગલી, પહેલવાનનો ખાંચો, દાઉદ શહીદ ચોક, દૂધવાળો મહોલ્લો, મોટી છીપવાડ, કહાર મહોલ્લો, પટેલ ફળિયા, રેશમવાલાનો ખાંચો, લાલ અખાડા, જૂની ગઢી વિસ્તાર સહિત આ તમામ સંવેદનશીલ અને ઘનવસ્તી ધરાવતા વિસ્તારોમાં પોલીસે સુરક્ષા હેતુસર ઘરની-ઘરે તપાસ હાથ ધરી હતી
કોમ્બીંગ દરમિયાન મળી આવેલી વિગતો
ચેકિંગ દરમિયાન પોલીસે 75 શકમંદ વ્યક્તિઓની ચકાસણી કરી 23 રિઢા આરોપીઓનો રેકોર્ડ તપાસ્યો અને 20 નશેબાજોને હિરાસતમાં લેવામાં આવ્યા તથા 30 ગેરેજ, 7 નવી બાંધકામ સાઇટ, અને 51 ભાડે આપેલા મકાન-હોટલનું નિરીક્ષણ કર્યું અને ભાડે આપેલા 51 મકાનમાંથી 25 મકાનમાં ભાડૂતનો કોઈ કરાર ન મળતા, મકાનમાલિક સામે ગુનો દાખલ કરાયો હતો
પોલીસની કડક કાર્યવાહી ચાલુ
સિટી પોલીસ દ્વારા જણાવાયું છે કે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વિસ્તારોમાં હજી પણ ચેકિંગ ચાલુ છે અને જ્યાં પણ ભાડા કરાર વગર ભાડૂતો રહેતા હોવાનું જણાશે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો--- Vadodara : અમદાવાદ-મુંબઈ હાઈવે પર કતલના ઇરાદે લઇ જવાતા 16 પશુઓને બચાવાયા