વડોદરા કોર્પોરેશનનો વધુ એક અણઘડ વહિવટ બહાર આવ્યો છે. કોર્પોરેશન દ્વારા સયાજીપુરા અને કલાલી વિસ્તારમાં બનાવાયેલા ત્રણ હજાર જેટલા મકાનોની ફાણવળી જ ના કરાતા છેલ્લા 10 વર્ષથી આ મકાનોની હાલત ખંડેર જેવી થઇ ગઇ છે. વડોદરાના ગરીબ અને મધ્યમ વર્ગને સુવિધા આપવાની વાતો કરનારા વડોદરા કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓ માટે આ બાબત શરમજનક છે.


છેલ્લા 10 વર્ષથી આવાસ યોજનાના આ મકાનો ખંડેર બની ગયા

કોર્પોરેશન દ્વારા 2015માં ગરીબ અને મધ્યમ વર્ગને ઘરનું ઘર મળી રહે તે આશયથી આવાસ યોજના હેઠળ મકાનો બનાવાયા હતા. શહેરના સયાજીપુરામાં પાલિકાની જમીન પર 2170 જેટલા મકાનો બનાવાયા હતા અને કલાલીમા પણ આ રીતે 500 જેટલા મકાનો બનાવાયા હતા. જો કે ત્યારબાદ લાભાર્થીઓને આ મકાનો જ ફાળવવામાં આવ્યા ન હતા અને તેના કારણે છેલ્લા 10 વર્ષથી આવાસ યોજનાના આ મકાનો ખંડેર બની ગયા છે.

ઠેર ઠેર ગંદકી અને ઝાંડી જાંખરા ઉગી નિકળ્યા

આવાસ યોજનાના મકાનોમાં બારી બારણા તૂટી ગયા છે કે કોઇ ચોરી ગયું છે અને ઠેર ઠેર ગંદકી અને ઝાંડી જાંખરા ઉગી નિકળ્યા છે. આવાસ યોજનાના આ મકાનો કરોડોના ખર્ચે બનાવાયા હતા. મળેલી માહિતી મુજબ આ મકાનો બનાવનારા કોન્ટ્રાક્ટર અને પાલિકા વચ્ચે કોઇ બાબતે વિખવાદ થતાં કોન્ટ્રાક્ટરે કામ છોડી દીધું હતું અને ત્યારબાદ નવા કોઇ કોન્ટ્રાક્ટરે મકાનોનો કલર કર્યો હતો.


આ પણ વાંચો-- Pardi નજીક દારૂની હેરાફેરી, બે બુટલેગર પકડાયા, 3.43 લાખનો મુદ્દામાલ જપ્ત

  • Follow us on: